અમદાવાદ: ગીતામંદિર પાસે ગેસ એજન્સી માં સિલિન્ડર બ્લાસ્ટ થયા, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા બહાર કાઢ્યા
. અમદાવાદના ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ફાયર બ્રિગેડની ટીમે 70 જેટલા બાટલા બહાર કાઢી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી છે. આ દુર્ધટનામાં 3 લોકો દાઝ્યા હોવાનું જણાય છે.


0 Comments