દુનિયાભરમાં ચર્ચાનો વિષય બનેલી એક ગૌરવભરી અને અનોખી ઘટના સામે આવી છે.
મુસ્લિમ યુરોલોજિસ્ટ ડૉ. સૈયદ મહંમદ ગૌસે ચીનના વુહાન શહેરમાં બેઠા બેઠા હૈદરાબાદના દર્દીની સફળ રોબોટિક સર્જરી કરી ઇતિહાસ રચ્યો છે.
માહિતી મુજબ આ સર્જરી લગભગ 3000 કિલોમીટર દૂરથી માત્ર 90 મિનિટમાં પૂર્ણ કરવામાં આવી હતી. સર્જરી માટે અદ્યતન રોબોટિક ટેક્નોલોજી અને હાઈસ્પીડ 5G નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દર્દી હૈદરાબાદમાં હાજર હતો જ્યારે ડૉક્ટર ચીનના Tongji Hospital માંથી આખી સર્જરી નિયંત્રિત કરી રહ્યા હતા.
આ સર્જરી દરમિયાન હાઈ-ડેફિનેશન 3D કેમેરા અને રોબોટિક મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે ડૉક્ટર હજારો કિલોમીટર દૂર હોવા છતાં ખૂબ જ ચોકસાઈથી ઓપરેશન કરી શક્યા હતા.
આ ઘટના માત્ર મેડિકલ ક્ષેત્ર માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની છે. ડૉ. સૈયદ મહંમદ ગૌસે ફરી એકવાર સાબિત કર્યું છે કે સાચો ડૉક્ટર ધર્મ, જાતિ કે દેશનો કોઈ ભેદભાવ રાખતો નથી. માનવ સેવા જ તેનું સૌથી મોટું ધર્મ હોય છે.
આજના સમયમાં મુસ્લિમ ડૉક્ટરો સહિત અનેક લોકો દુનિયાભરમાં માનવતાની સેવા માટે સતત કાર્ય કરી રહ્યા છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશા આગળ રહે છે. આવી ઘટનાઓ સમાજને એકતા, ભાઈચારો અને માનવતાનો સુંદર સંદેશ આપે છે.
🌍 “સાચો ડૉક્ટર માત્ર માનવતા ઓળખે છે.”
વધુ માહિતી માટે અમારા ગ્રુપ માં જોડાયેલા રહો અહીં ક્લિક કરો અત્યારેજ


0 Comments