Gujarat Weather Update: Rainfall Recorded in 150 Talukas, From Ahmedabad to Surat

ગુજરાતનાં 150 તાલુકામાં વાતાવારણમાં પલટો : અમદાવાદ થી સુરત સુધી જુઓ ક્યાં કેટલો કેટલો વરસાદ પડ્યો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વ્યાપક પ્રી-મોનસૂન વરસાદ નોંધાયો છે. મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના આંકડા મુજબ, રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેણે કાળઝાળ ગરમીથી લોકોને મોટી રાહત આપી છે.

ક્યાં કેટલો વરસાદ? 
અમદાવાદના ધંધુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. 
ધંધુકા- 3.74 ઈંચ
ઉમરપાડા- 2.76 ઈંચ
ખેડા- 1.73 ઈંચ
માતર- 1.57 ઈંચ
લખતર - 1.57 ઈંચ
નડિયાદ- 1.46 ઈંચ
આ ઉપરાંત વલોડ, હસોટ, વાંસદા, ભરૂચ, માણસા, દસાડા અને વ્યારા જેવા અનેક તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતના ઉમરેઠ, મહુધા અને તલોદમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે.

Post a Comment

0 Comments