RTE YOJNA : RTE Admissions 2026: 469 of 515 Children Get Seats in Private Schools in First Round

        પોરબંદર RTE પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર

 
    પ્રથમ રાઉન્ડ માં 515 માંથી 469 બાળકો એ ખાનગી શાળામાં પ્રવેશ મેળવ્યો  
પોરબંદર RTE પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર પોરબંદર જિલ્લામાં શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
     પ્રથમ રાઉન્ડમાં કુલ 515 અરજીઓમાંથી 469 બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ ફાળવાયો હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર, પસંદગી પામેલા વિદ્યાર્થીઓના વાલીઓને નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત શાળામાં હાજર રહી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. RTE હેઠળ આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં નિઃશુલ્ક શિક્ષણની તક આપવામાં આવે છે. 
   પ્રથમ રાઉન્ડમાં મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રવેશ મળતા વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.  

   Apna Gujarat 📍 પોરબંદર

Post a Comment

0 Comments